શું છે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પાછળનું જુઠ્ઠાણું ?

સરકારનું સત્તાવૃક્ષ ગમે તેટલું બહુમત કેમ ન ધરાવતું હોય, તેને નાગરિકોનાં હિત સાથે બાંધી શકાય નહીં-રાજનીતિશાસ્ત્ર

સેમલ વૃક્ષ કેટલું મોટું કેમ ન હોય, તેની સાથે હાથી બાંધી શકાય નહીં.’- નીતિશાસ્ત્ર
‘સરકારનું સત્તાવૃક્ષ ગમે તેટલું બહુમત કેમ ન ધરાવતું હોય, તેને નાગરિકોનાં હિત સાથે બાંધી શકાય નહીં.’ – રાજનીતિશાસ્ત્ર

આપણે વર્ષોથી એ જુઠ્ઠાણુ સાંભળતા આવી છીએ. સહન કરતા આવીએ છીએ. માનતા આવીએ છીએ. પરંતુ હવે નહીં.
કારણ કે, પહેલાં અમે મજબૂર હતા.

ખર્ચ કરતાં પણ ઓછા મૂલ્યથી ખરીદનારા, કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરી શકતા.
ત્યારે અાપણને પેટ્રોલ હોય કે ડીઝલ, બધું જ ઓછા ભાવે મળતું હતું – એટલે કે મૂળ કિંમતનો બોજ સરકાર ઉઠાવતી હતી. જેને સબસિડી કહે છે એટલે કે ‘સરકારી સહાયતા’ મોટું સામંતી જેવું નામ.
હવે નહીં, કારણ કે હવે ન તો પેટ્રોલ પર સરકારી સહાયતા છે, ન ડીઝલ પર.

તો અમને સામાન્ય નાગરિકોને પૂરો અધિકાર છે કે પૂરું સત્ય જાણીએ. જેથી અસત્ય સામે આવી શકે.
પહેલું અર્ધસત્ય છે – કે સરકાર તેમાં કશું કરી શકતી નથી કારણ કે આપણે ત્યાં બધું આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવથી નિશ્ચિત થાય છે. પાંપણ પટપટાવતા જ સરકાર ભાવ ઘટાડી શકે છે. સૌથી વધુ સરળ ઉપાય છે – સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવી.

સ્વયં પેટ્રોલિયમ મંત્રાલયનું એક પેટ્રો પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ છે. તેણે જણાવ્યું છે કે જો દિલ્હીમાં 77.17 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ છે તો તેમાં 19.48 રૂપિયા તો એકલા સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીના છે. એટલે કે કુલ કિંમતના 25 ટકા. આ સિવાય 2.5 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી છે. રાજ્યનો સેલ્સ ટેક્સ અથવા વેટ 21 ટકા સુધી છે. ડીલર પણ, એટલે પેટ્રોલ પમ્પ સુધી તે 37.65 રૂપિયા લિટરમાં પહોંચી જાય છે. એટલે કે અડધી કિંમતથી પણ 1 ટકા ઓછું.

અને સરકાર ડ્યૂટી ઘટાડવા માટે એટલા માટે ગભરાય છે કારણ કે તેને ડર છે તેનું બજેટ બગડી જશે. એક પછી એક મોટા-મોટા મંત્રી આ દબાણ કરી રહ્યા છે કે આ ડ્યૂટીથી તો રસ્તા-પુલ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં મહત્વપૂર્ણ વિકાસ કામ થઈ રહ્યાં છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે. કેવી રીતે ઓછા કરી દઈએ?
આ પણ ખોટું છે.

હકીકતોને જોવી પડશે.
બધા જાણે છે કે મે 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનતા જ અનોખો સંયોગ થયો. જે ક્રૂડના ભાવ 113 ડોલર પ્રતિ બેરલ હતા તે ઝડપથી ગગડવા લાગ્યા. ગગડતા જ ગયા. અને જાન્યુઆરી 2015માં તો ભાવ 50 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા.

પરંતુ ‘અસંભવ થી વિરુદ્ધ’એ હંમેશા પ્રશ્ન ઉઠાવ્યો છે કે આટલા ભાવ ઘટવા છતાં આપણને સામાન્ય નાગરિકોને નીચા દરનો કોઈ વિશેષ લાભ અપાયો નહીં. ઊલટાનું, ભાવ વધારીને આપણને હેરાન કરાયા. સરકારી સહાયતા સમાપ્ત કરી દેવાઈ. જે ખૂબ જ સારું પગલું હતું કારણ કે અમે બધું ચૂકવનારા નાગરિક, ખર્ચથી ઓછા પર ખરીદીએ? અને શા માટે આપણે સ્વાભિમાની નાગરિક સરકારી સહાયતાની અરજી કરીએ?

પરંતુ વધેલા કે વધી રહેલા ભાવ માત્ર સબસિડી સમાપ્તિનું પરિણામ નહોતા. પણ મોદી સરકાર સતત એક્સાઇઝ ડ્યુટી વધારી રહી હતી.
કંઇક 9 વખત ડ્યુટી વધારી.
માત્ર એક વાર, 2 રૂ.ની ડ્યુટી ઘટાડી.
કેમ?

શું સરકાર અને તેની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફાખોર વેપારી છે કે જે ગ્રાહકની અનિવાર્ય આવશ્યકતાનો ખોટો ફાયદો ઊઠાવવા ઇચ્છે છે? જો ના, તો શું સરકાર આપણને સામાન્ય નાગરિકોની પેટ્રોલ-ડીઝલની વિવશતાથી પોતાની તિજોરી ભરવા ઇચ્છે છે?

જી, હા. એવું જ છે.
માત્ર એક દૃષ્ટિ, કંટાળાજનક પણ આંખો ખોલનારા આંકડા પર નજર નાખવી પડશે :

2014-15માં કેન્દ્રએ પેટ્રો ડ્યુટીથી 1 લાખ 72 હજાર કરોડની કમાણી કરી હતી. રાજ્યોએ 1 લાખ 60 હજાર કરોડ. ગત વર્ષે આ કમાણી વધીને 3 લાખ 34 હજાર કરોડ રૂ. થઇ ગઇ!
આટલો વધુ લાભ મેળવવો કોઇ પણ બિઝનેસની કમાણીથી, અર્થશાસ્ત્રના કોઇ પણ સામાન્ય સિદ્ધાંતથી, કોઇ પણ રાજકીય દૃષ્ટિથી યોગ્ય નથી.

અને જો આ ગાળામાં ઘટી રહેલા કે ઘટીને સ્થિર રહેલા નીચા આંતરરાષ્ટ્રીય ભાવ જોઇએ તો બહુ જ ખોટું છે.
પેટ્રો કિંમતો પર અભ્યાસ કરતાં-કરતાં એક રોચક તથ્ય જાણવા મળ્યું – જે સંભવત: ઓછું પ્રચલિત છે.
તે એ કે આપણા દેશનું એક ‘ઇન્ડિયન ક્રૂડ બાસ્કેટ’ છે. એટલે કે ક્રૂડ આયાત કરવાના ભાવ અને તેને રિફાઇન કરીને દેશભરમાં વેચવાના ભાવનો સંકેત.

z
આ બાસ્કેટમાં આપણે જ્યાં-જ્યાંથી ઓઇલ ખરીદીએ છીએ તે તમામ દેશો આવે છે.
તો આપણા બે બેન્ચમાર્ક છે – દુબઇ અને ઓમાન પહેલા. બ્રેન્ટ બીજું.
દુબઇ-ઓમાનના તેલને સૉવર ક્રૂડ બેન્ચમાર્ક કહે છે. એટલે કે ખાટો.

બ્રેન્ટને સ્વીટ કહે છે. મીઠો.
વાસ્તવમાં બ્રેન્ટ ખૂબ સારી કક્ષાનું તેલ છે. હલકું છે. પ્રોસેસ કરવામાં ખૂબ સરળ. નોર્થ-સીના 4 વિસ્તારમાંથી નીકળે છે. જળમાર્ગે પહોંચે છે.
સલ્ફરનું પ્રમાણ ઓછું હોવાથી સ્વીટ કહેવાય છે પણ અડધીથી વધુ દુનિયા બ્રેન્ટ ઇચ્છે છે – તેથી પણ સ્વીટ ગણાય છે.

દુબઈ-ઓમાન ભારે સલ્ફરવાળા છે. એટલા માટે ખાટ્ટા કહેવાય છે.
પરંતુ, આપણા માટે તો ઓઈલ બાસ્કેટ હંમેશા જ ખાલી છે અને ઓઈલ ન ખાટું, ન મીઠું હંમેશા કડવું જ હોય છે.

કડવાશ પણ સતત વધતી કિંમત પર!
કિંમતોને લઇને સરકારનાં અનેક જૂઠ છે. સૌથી મોટું એ કે તેમણે આ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને સોંપી દીધું છે. એવું હોત તો દરરોજ કિંમત નક્કી કરવાની ફોર્મ્યુલાને કર્ણાટક ચૂંટણી સમયે કેવી રીતે અટકાવી દીધી?
શું ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ જાતે ચિંતિત થઈ ગઈ હતી કે કર્ણાટક ચૂંટણી દરમિયાન કન્નડ નાગરિકો પર મોંઘા ઈંધણનું ભારણ ન પડે? જોકે તે મહાન લોકતાંત્રિક પરંપરાનું પાલન કરવા જઈ રહ્યાં હતાં?

સરકારનું એક નવું જૂઠ છે કે તે પોતાની કમાણી ઘટાડશે તો લોકો માટે કલ્યાણકારી યોજનાઓના કામ અટકી જશે. એટલા માટે તે લાંબા સમય સુધી ટકાઉ રહે તેવા ઉપાયો શોધી રહી છે.
તેમાં એક્સપ્લોરેશન અને પ્રોડક્શન કરી રહેલ ઓએનજીસી તથા ઓઈલ ઈન્ડિયા લિ. પાસેથી ઓછી કિંમતો પર સપ્લાયની વાત ચાલી રહી છે.

પૂર્ણ સત્ય એ છે કે જે પણ કલ્યાણકારી યોજનાઓની વાત કરાઈ રહી છે તે એવા જ 60-70 મંત્રાલયો હેઠળ આવે છે જે દેશમાં 50 વર્ષોથી છે. તેમનું પોત-પોતાનું અલગ બજેટ છે.
તે મંત્રાલય, આ યોજનાઓ કોઈ પેટ્રો-એક્સાઇઝ ડ્યૂટી પર નિર્ભર નથી. એટલા માટે રોકવા કે ધીમા પડવાનો સવાલ જ નથી.

બીજું કે ઓએનજીસી કે ઓઈલ ઈન્ડિયાથી 70 ડોલર પ્રતિ બેરલના દરે સપ્લાયનો વાર્ષિક કરાર કરી લીધો તો એક જ વાત છે. બંને કંપનીઓ સરકારી જ તો છે. કેટલી પણ સ્વાયત્તતા હોય પણ પૈસા આપતાં જ ખર્ચાશે. તો 70 ડોલરથી પણ એ જ થયું. અઢી રૂપિયા પ્રતિ લિટર કિંમત ઘટશે. એટલી જ વધી છે. અનેક વિશેષજ્ઞોએ અલગ અલગ વિશ્લેષણોમાં એવું જણાવ્યું છે. આમ પણ પેટ્રો ઈકોનોમિક્સ પર લખવા માટે હું ક્વોલિફાઈડ નથી.

મને તો ફક્ત એ જ ભયાવહ લાગે છે કે સરકાર ડ્યુટી ઘટાડવા તૈયાર નથી. તેમની જ કે પછી મિત્રોની જ 20 રાજ્યોમાં સરકાર છે. ત્યાં વેટ ઘટાડવા તૈયાર નથી અને સરકાર જ પ્રોડક્શન કંપનીઓની ઓછી કિંમતે સપ્લાય ઈચ્છે છે. જે ભારણ અંતે આપણા પર જ આવશે.

તો એવું કેમ કરી રહી છે?
વધુ એક વાત. આપણી વસતી વધી રહી છે. પેટ્રો-ડીઝલનો વપરાશ પણ વધી રહ્યો છે.

આપણે આશરે 225 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ બહારથી મગાવી રહ્યા છીએે. જે દેશની કુલ વપરાશના 82 ટકા છે. જ્યારે, આ સરકારે સત્તા સંભાળી ત્યારે આ 77 ટકા હતો.

આશરે એક લાખ કરોડનું બિલ.

અને રૂ.2 ઘટાડવા હોય તો માત્ર 30 હજાર કરોડ રૂપિયાની ડ્યૂટી ઘટાડવી પડશે. જે આશરે પોણા બે લાખ કરોડની વધારે ડ્યૂટીની કમાણી સામે કાંઇ નથી.

પરંતુ એનાથી પણ આગળ?
શું આપણે આત્મનિર્ભર બનવાની દિશામાં કોઇ બહુ મોટો પ્રયાસ કર્યો છે? આત્મનિર્ભર થઇ નથી શકતા પરંતુ બહુ મોટો કોઇ આઇડિયા?

શું આપણે આપણી સરકારી કંપનીઓને આંતરરાષ્ટ્રીય આેઇલ ફિલ્ડ્સમાં કામ કરવાની છૂટ આપી છે? જો તેમની પાસે કમાણી કરાવવાની હોય તો ખોલી નાંખો એમના હાથ?
અને ચીન-ભારત મળી વિશ્વના બીજા-ત્રીજા ક્રમના સૌથી મોટા ખરીદાર છે- તો શું કોઇ સસ્તો સોદો લાંબા ગાળા માટે કરી ન શકાય? જેમ કે કુવૈત આપણું સૌથી મોટું સપ્લાયર હતું. બહાર થઇ ગયું. સાઉદી આરબ સૌથી મોટું હતું- તેની જગ્યાએ ઇરાન થઇ ગયું કારણ કે સસ્તું આપ્યું.

અને બીજું ઘણું બધું થઇ શકે છે. જો સરકાર,જનહિતમાં વિચારે અને નાગરિકો પ્રત્યે ચોખ્ખી દાનત હોય તો.
સરકાર, એટલે સ્ટેટ પાવર, સૌથી મોટી શક્તિ હોય છે. અર્થશાસ્ત્ર અને રાજકનીતિશાસ્ત્રને નાગરિશાસ્ત્ર પ્રત્યે કટિબદ્ધ થઇ પરિણામ આપવું જોઇએ.

પરંતુ, તેના માટે અલગ જ ઇંધણ જોઇએ. સરકારમાં એવું ઇંધણ હોય, અસંભવ છે. પરંતુ લાવવું જ પડશે.
કારણ કે, ઇંધણ સૌને ચલાવે છે. સરકારોનું પણ એક જ લક્ષ્ય જોઇએ- ચાલવું. હંમેશા ચાલવું.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: