છ કરોડ ગુજરાતીઓનું ગૌરવ અને સ્તરહીન રાજકારણ

દેશના સૌથી સમૃદ્ધ રાજ્યના નાગરિકોનો વિશ્વાસ કેમ આ રીતે સામે આવ્યો છેω ગુજરાતની ચૂંટણીમાં હીનતાનું પ્રદર્શન થઈ રહ્યું છે. દરેક પક્ષો અને મોટા ભાગના નેતાઓ આ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીનું નામ ‘બિનહિન્દુ’ રજિસ્ટરમાં જોવા મળ્યું. હોબાળો મચી ગયો કે મચાવવામાં આવ્યો. એમને તેમનો ધર્મ પૂછવામાં આવ્યો અને પૂછવામાં આવી રહ્યો છે.
શરમજનક છે.આ પ્રકારના સવાલો ગુજરાતના જાગૃત, મહેનતુ, મેધાવી અને ઊંડી સમજણ ધરાવતા છ કરોડ નાગરિકોનું અપમાન છે.

આ અપમાન ભાજપ દ્વારા થઈ રહ્યું છે. તમે બાવીસ વર્ષથી સત્તામાં છો. ગુજરાતીઓનો ભરપૂર સ્નેહ તમને મળ્યો છે. વિકાસનું મૉડેલ બનીને સમગ્ર દેશમાં તેની વાત ફેલાય છે તો પછી અચાનક ધર્મ ક્યાંથી આવી ગયોω આટલો વિશાળ જનાધાર હોય તો પછી નમ્રતા આવવી જોઈએ. આ અહંકાર ક્યાંથી આવ્યોω
અને પછી કૉંગ્રેસનો વિકૃત ઉત્તર. રાહુલ ગાંધી ‘જનોઈધારી’ હિન્દુ છે. ફોટો પણ બહાર પાડવામાં આવ્યો. જનોઈ દર્શાવતો. શરમજનક છે.

ધર્મનિરપેક્ષ વ્યવહાર ભલે ન હોય પણ આ શબ્દ રાજકારણ પણ થોપનાર સવાસો વર્ષ જૂની રાજકીય પાર્ટીના પ્રમુખ દ્વારા ‘ધર્મ’ને આ રીતે સ્પષ્ટીકરણના માધ્યમથી પ્રચારિત-પ્રસારિત કરીને નવેસરથી સ્થાપિત કરવાની ચેષ્ટા શું સિદ્ધ કરે છે
શું ભાજપ સાચો છે?
એ તમને ગૂંચવી રહ્યો છે. એક નિરર્થક, અપ્રાસંગિક, અનિચ્છનીય વિવાદમાં. અને તમે એમાં ગૂંચવાઈ રહ્યા છો અથવા તો જે રીતે વિકાસનો, કામનો, ગુડ ગવર્નન્સનો બુલંદ નારો આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ‘હિન્દુ રાષ્ટ્રવાદ’ અથવા ‘પ્રખર હિન્દુત્વ’નાં પોસ્ટરબોય બન્યા હતા. અને રહેશે. બરાબર એ જ ઢબે રાહુલ ગાંધી ત્યાં ‘સૉફ્ટ હિન્દુત્વ’ના હીરો બનવા માગે છે

અને તેથી જ ધર્મની ચકાસણીની વાતો ઊઠી કે તેઓ અને તેમના શુભચિંતક નેતા આ ભભૂકતિ આગથી બચવા માટે દોડવા લાગ્યા?
ની જર્ક રિએક્શન
પણ શા માટે?
જ્યારે પણ તક મળે ત્યારે રાહુલ ગાંધી ગુજરાતના દરેક મંદિરે દર્શન માટે જઈ રહ્યા છે. દરેક વ્યક્તિનો આ મૌલિક અધિકાર છે. પણ તેના વિશે હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. રાજકીય પંડિતો એને જરીપુરાણા ‘સૉફ્ટ હિન્દુત્વ’નું નામ આપી રહ્યા છે. 2002માં કૉંગ્રેસે પણ ગુજરાતમાં આમ જ કર્યું હતું. ત્યારે સોનિયા ગાંધીએ પણ મંદિરથી જ પ્રચાર શરૂ કર્યો હતો. ત્યારે પણ એ કંટાળાજનક ‘સૉફ્ટ હિન્દુત્વ’ શબ્દ આવ્યો હતો. એની કોઈ જરૂરિયાત જ નહોતી.

હિન્દુ એક જીવન પદ્ધતિ છે. ધર્મ નથી. આ ચર્ચા છતાં પણ સુપ્રીમકોર્ટે પણ આ વાત સ્વીકારી છે. છતાં લોકો, સરેરાશ લોકો તેને ધર્મ માને છે. ઠીક છે, માન્યતા છે.
હિન્દુત્વ એક રાજકીય શબ્દ છે. જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપે અપનાવ્યો છે. હિન્દુત્વ વાસ્તવમાં કોઈ વ્યવસ્થા નથી પરંતુ તેને સમાન રાષ્ટ્ર, સમાન જાતિ, સમાન સંસ્કૃતિને માનનારા હિન્દુ માતા-પિતાથી જન્મેલા એવી વ્યવસ્થા તથા સીમામાં બાંધીને રાજકારણમાં લવાયો.
અને હિન્દુ રાષ્ટ્રવાદ શબ્દ પણ સંઘથી આવ્યો છે પરંતુ વિષય આજે એ નથી.

વિષય ગુજરાત જેવા સુસંસ્કૃત, શિક્ષિત અને મધુરભાષી રાજ્યમાં એવા ખરાબ અને વાંધાજનક ચૂંટણીપ્રચાર તથા શબ્દાવલીનો છે.
રાહુલ ગાંધીને જ લઈ લો.
તેમણે સુંદર વાત કરી.
કે કોંગ્રેસ કાર્યકર્તા-નેતા, વડાપ્રધાન પદ અંગે કંઇ ન બોલે. કોઈ આરોપ ન લગાવે. વડાપ્રધાન પદનું સન્માન છે – તેને જાળવી રાખે.
હા, નરેન્દ્ર મોદી સરકારની ખામીઓ, ભૂલો વગેરે જરૂરથી જણાવે. પહેલા આવા સારાં વાક્ય, ઓછામાં ઓછું ચૂંટણીમાં તો, સાંભળવા જ મળ્યા ન હતા.

પરંતુ રાહુલ ગાંધી, પ્રત્યેક આરોપ પહેલા પ્રધાનમંત્રીજી… જ કહીને મજાક ઉડાડતાં રહે છે.
મજાકથી યાદ આવ્યું કે ગત બે અઢી મહિનામાં રાહુલ ગાંધી એકાએક લોકપ્રિય થઈ ગયા છે. મુખ્યત્યે ટિ્વટર પર જ્યાં તે એક પછી એક રસપ્રદ ટિપ્પણીઓ કરી રહ્યા છે. સ્વાભાવિક છે, નરેન્દ્ર મોદી- પ્રધાનમંત્રીજી પર જ તેમનો હુમલો હોય છે. તેમનો પાળેલો કૂતરો આવા ટિ્વટ કરે છે. પિડ્ડી અથવા એવું જ કંઇક સારું નામ છે.
તો ગુજરાતમાં તેમનું સેન્સ ઓફ હ્યુમર જાહેરમાં સામે આવ્યું. જ્યારે સોશિયલ મીડિયા પર કામ કરી રહેલ તેમની ટીમથી આત્મીય વાતચીતમાં રાહુલે કહ્યું – ભાજપ અને કોંગ્રેસમાં શું અંતર છે

સૌથી મુખ્ય અંતર છે- જેમ તમે બધા અમારી વાતથી સ્મિત કરી રહ્યાં છો, ફ્રી છો, તે, ભાજપના, સ્મિત કરી શકતા નથી. તાણગ્રસ્ત, ખીજાયેલા ચહેરા લઈને દરેક બેઠકમાં રહેવું મજબૂરી હોય છે તેમની!
પરંતુ આવું સ્વસ્થ હાસ્ય-વ્યંગ્ય- વિનોદ ચૂંટણીપ્રચારમાં ક્યાંય જોવા ન મળ્યો. તે હંમેશા કહે છે કે મોદીએ ખેડૂતોની જમીનો તેમના પ્રિય ઉદ્યોગપતિ મિત્રોને આપી દીધી. તેમના સાથી ઉદ્યોગપતિઓના સવા લાખ કરોડની લોન માફ કરી દીધી. અને ખેડૂતોની લોન માફી વિરુદ્ધ છે.

પરંતુ આ આરોપોનો કોઈ મજબૂત પુરાવો નથી આપતા. મોટા ભાગે આ કેજરીવાલની શૈલીથી મળી આવે છે.
શૂટ એન્ડ સ્કૂટ. આરોપ લગાવો. પછી નાસી જાઓ.
બીજી બાજુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો સીધા જવાહરલાલ નેહરુ પર હુમલો કરે છે. સરદાર પટેલ અને મોરારજી દેસાઈનું ઉદાહરણ આપીને ગુજરાતીઓ પ્રત્યે કોંગ્રેસના વર્ષોથી ચાલી આવતા ઉપેક્ષા ભાવનો ઉલ્લેખ કરે છે.
શું સરદાર પટેલ અને મોરારજી દેસાઇને ગુજરાત સુધી સીમિત કરવા જોઇએ?

તેઓ એક તસવીરની યાદ અપાવે છે. ‘ગંધાતી પશુતા..’ શીર્ષકવાળી. મોરબીમાં પૂર પછીની તસવીર. તેમાં ઇન્દિરા ગાંધીએ નાક પર રૂમાલ રાખેલો છે અને હુમલા કરે છે.
શું આજે તેનો કોઇ અર્થ છે
અને પ્રાસંગિકતાનો પ્રશ્ન છોડો. શું આ સહજ માનવીય પ્રવૃત્તિ નથી?
શું આ રીતે કોઇનો, કોઇ તસવીરનો વર્ષો બાદ ચૂંટણીમાં, મરણોપરાંત ઉપયોગ કરવો યોગ્ય છેω ? તસવીરનો મરણોપરાંત આવો ઉપયોગ તો યોગ્ય નથી પણ ચૂંટણીમાં ભાગ લઇ રહેલા અગ્રણી નેતાની કોઇ વાંધાજનક સીડીનો ઉપયોગω? જો કપટભેર ખોટી સીડી હોય તો ખોટું છે. અનુચિત છે. અપરાધ છે.

પણ સાચી હોય તો વ્યક્તિગત હોવા છતાં એટલા માટે અનુચિત નહીં કહી શકાય કે પટેલ આંદોલનના નેતા હાર્દિક પટેલે પોતાના બચાવમાં ક્યાંય પણ કોઇ પ્રકારનો ખેદ, દુ:ખ, પીડાનો ભાવ વ્યક્ત કર્યો નથી. લાજ-શરમ તો બહુ દૂરની વાત છે. શું મહિલાઓને શક્તિ આપવામાં સર્વાધિક અગ્રણી રહેલા આ રાજ્યના મતદારોએ આવો વ્યવહાર, આવું આચરણ સહન કરવા પડશે

આમ પણ આખી ચૂંટણી આ ત્રણ યુવા નેતાની આસપાસ ફરી રહી છે- પટેલ મતો માટે હાર્દિક પટેલ. ઓબીસી મતો માટે અલ્પેશ ઠાકોર અને દલિત મતો માટે જિગ્નેશ મેવાણી. અને ખૂબ શોર મચાવાયો કે આ ત્રણેય કોંગ્રેસમાં આવી રહ્યા છે કે કોંગ્રેસના સમર્થનમાં રહેશે.
કહેવામાં આવ્યું કે
પટેલ 16% છે – 60 બેઠકોને પ્રભાવિત કરે છે.

ઓબીસી 40% છે – 70 બેઠકો પર હાવી છે.
દલિત 7% છે – 15 બેઠકો પર નિર્ણાયક છે.
આ રીતે કોંગ્રેસે દાવા કર્યા કે 145 બેઠક પર શક્તિશાળી બનીને સ્પષ્ટ ઊભરી રહી છે. માહોલ પણ બની ગયો. ચારેય તરફ ચર્ચા પણ થવા લાગી. ચાય પર પણ. ખાટ પર પણ.

ખાસ કરીને મીડિયામાં. મીડિયા તો 2014 પછી થયેલી દરેક ચૂંટણીને ‘2019ની લોકસભા ચૂંટણી માટે સૌથી મહત્વની’ જાહેર કરતું રહ્યું છે, જેથી ગુજરાતની ચૂંટણી તો કરવાનું જ હતું.
આ ભારે ‘ડિસઇન્ફર્મેશન’ કેમ્પેઈનમાં એટલા આંકડા પ્રસ્તુત કરાયા કે આખા દેશમાં ભ્રમ ફેલાઇ ગયો.
સ્તરહીન પ્રચાર. ખરાબ આરોપ-પ્રત્યારોપ.

છ કરોડ ગુજરાતીઓના ગૌરવ કરતાં એકદમ ઉલટું
ખૂબ જ મુશ્કેલીથી ધર્મ-સંપ્રદાયથી હટ્યા હતા. ભારે હિન્દુ-મુસ્લિમ ખાઈ બનાવવાના કુપ્રયાસો થયા હતા પાછલી ચૂંટણીમાં. આ વખતે કોઇએ ઉલ્લેખ સુદ્ધાં નથી કર્યો તો સાંપ્રદાયિકતાથી બહાર નીકળતા જ, જાતિઓમાં ગૂંચવી દેવાયું છે ગુજરાતને.
કોંગ્રેસને પસંદ પડી ગયું આ.

તેમના જ મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકી લાવ્યા હતા ‘85માં કેએચએએમ (ખામ)નું સમીકરણ.
ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ. તેમાં જ પટેલ-પાટીદારોને જોડીને કોંગ્રેસ જૂના સમીકરણનું પુનરાવર્તન કરવા માગે છે.
કહેવાય છે તેથી જ રાહુલ ગાંધીએ પોતાના પ્રચારની શરૂઆતમાં ક્ષત્રિય માટે ‘જય માતાજી’, દલિત માટે ‘જય ભીમ’ અને પટેલ વોટો માટે ‘જય સરદાર’ના નારા લગાવ્યા હતા. પટેલ અહીં સૌથી વધુ શક્તિશાળી અને સક્રિય છે – જે શરૂઆતથી રાજનીતિ-વેપાર અને સમાજમાં છવાયેલા રહ્યા છે.

ભાજપે કેશુભાઈ પટેલના વર્ચસ્વને એક મર્યાદા બાદ ના માન્યું તો રોષે ભરાયેલા કેશુભાઈએ બળવો કરી દીધો હતો. આટલી શાખ અને પકડ છતાં તેમની પરિવર્તન પાર્ટી કંઇ જીતી શકી નહોતી. પછી ઉગ્ર પટેલ આંદોલન બાદ હાર્દિક પટેલ શું કરી શકશેω આ પ્રશ્ન, પ્રશ્ન જ છે. સંભવત: કોંગ્રેસનું માનવું આ હશે કે કેશુભાઈ કરતા વધારે ગરમ છે આ પટેલ વિદ્રોહ. વળી કેશુભાઈના લોકો સ્વયં તો નહોતા જીત્યા, પણ 22 સીટો પર ભાજપને હરાવવામાં સફળ રહ્યા હતા. તેથી, હાર્દિક હરાવવાના જ કામમાં આવી જાય!

જે ત્રણ નેતાઓ પર કેન્દ્રીત બતાવવામાં આવી રહ્યું છે, આ ચૂંટણી, એ ત્રણેની ભાષા, શૈલી અને મિજાજ વિચિત્ર છે. આથી કોંગ્રેસ ભાજપ પાસેથી તો ઉચ્ચ આચરણની આશા નહીં જ કરી શકાય.
આપણી ચૂંટણી રાજનીતિનું સ્તર ઊંચું હોવાનું અસંભવ છે પરંતુ કરવું જ પડશે.

કારણ કે લોકો કાદવ ઉછાળવાનું સહન કરતા -કરતા હેરાન-પરેશાન અને ભયભીત થઇ ગયા છે. નરેન્દ્ર મોદી હવે પોતાના પ્રચારને વિકાસ પર પાછો લાવ્યાની સાથે તમે જોઇ શકો છો – ગુજરાતી વોટર તેમના આકર્ષણમાં ખેંચાઇ રહ્યા છે. નરેન્દ્ર મોદી ઘણા સમય બાદ ગુજરાતીમાં બોલતા દેખાયા.
અને ગુજરાતને સારા લાગ્યા.
વિકાસ ગાંડો થયો નથી.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: