રાજકોટ: ધો.12ના રિઝલ્ટ સરઘસમાં ફોટો પડાવવા મુદ્દે મારામારી

ધોળકિયા સ્કૂલનો બનાવ, આ મુદો શિક્ષણ જગતમા ચર્ચાનુ સ્થાન બન્યો

શહેરમાં આજે ધો.12ના પરિણામ થયા બાદ વિજય સરઘર નીકળ્યું હતું. ત્યારે વિદ્યાર્થી અને શાળાના કેમેરામેન વચ્ચે ફોટો પડાવા મુદ્દે બોલાચાલી થઇ હતી અને એક તબ્બકે આ કિસ્સો મારામારીમાં પરિણમ્યો હતો. વિદ્યાર્થીના ટોળાએ કેમેરામેનના કપડા ફાડ્યા હતા તો બન્ને વચ્ચે સામસામી મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

ધોળકિયા સ્કૂલનો બનાવ

શિક્ષણ સરસ્વતીના આરાધકો દરેક પરિણામ પછી પોતાની શાળા નં.1 આવી છે તેના માટે હાથી, ઢોલી મંગાવી પૈસા ઉડાવી તાયફો કરતા હોય છે. આજે પણ ધોળકીયા સ્કૂલના વિદ્યાર્થીઓએ રાસ-ગરબા લઇ પરિણામમાં અવ્વલ રહ્યા છીએ તેવું સરઘસ કાઢ્યું હતું. જેમા ફોટો પડાવાના મુદે મારામારીના દ્રશ્યો સર્જાતા આ મુદો શિક્ષણ જગતમા ચર્ચાનુ સ્થાન બન્યો છે.

સરઘસ દરમિયાન વિદ્યાર્થિનીઓ રાસ-ગરબા લઇ રહી હતી ત્યારે અમુક વિદ્યાર્થીઓ ઓફ ડ્રેસમાં આવ્યા હતા અને તે લોકો પણ વિદ્યાર્થીનીઓના ગ્રુપમાં રમવા વચ્ચે ઘૂસ્યા હતા. જેને લઇ શાળાના ફોટોગ્રાફરે જ તેને દૂર રહેવા ટપાર્યા હતા. જેમાંથી બોલાચાલી થતા વિદ્યાર્થીઓએ ફોટોગ્રાફરને માર માર્યો હતો. જો કે, ઓફ ડ્રેસમાં આવેલા અમુક વિદ્યાર્થીઓ નશાની હાલતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જો કે, સમગ્ર મામલે ધોળકિયા સ્કૂલના સંચાલક જીતુભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, સરઘસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા થઇ હતી. જેને લઇ કોઇ અજાણ્યો વ્યક્તિ આવી અને બોલાચાલી કરી મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, શાળા સંચાલકો આ મામલો દબાવી દેવાના પ્રયાસો કરી રહ્યા છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: