મોદી સિંગાપુર જવા રવાના, મલેશિયામાં દુનિયાના સૌથી વૃદ્ધ PM મહાતિરને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશની મુલાકાતે છે ત્યારે તેઓ ઈન્ડોનેશિયાથી આજે સવારે મલેશિયા પહોંચ્યા હતા. મલેશિયાના ટૂંકા રોકાણ દરમિયાન મોદીએ દુનિયાના સૌથી વૃદ્ધ એવા મલેશિયાના 92 વર્ષના પીએમ મોહમ્મદ મહાતિર સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન બન્યા પછી મોદીની મલેશિયાની આ બીજી વખત મુલાકાત છે. મલેશિયાની મુલાકાત બાદ મોદી સિંગાપોર જવા રવાના થયા છે.

મલેશિયાથી સિંગાપોર જશે મોદી

– મોદી મલેશિયામાં ગણતરીના કલાકો રહ્યા પછી સિંગાપોર રવાના થશે. આ પહેલાં બુધવારે જકાર્તામાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે 15 કરાર કરવામાં આવ્યા હતા. મોદી અહીં દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી મોટી મસ્જિદ ઈસ્તિકલાલ અને અર્જુન રથ જોવા માટે પણ ગયા હતા. અહીં તેમણે મહાભારત થીમ પર બનેલો પતંગ પણ ચગાવ્યો હતો.

મલેશિયામાં 61 વર્ષ પછી મહાતિર મોહમ્મદની પાર્ટી જીતી

– મલેશિયામાં 10મેના રોજ મહાતિકની આગેવાની વાળી પકતન હરપન પાર્ટીએ બારિસન નેશનલ પાર્ટીને હરાવી છે. બારિસન નેશનલ પાર્ટી બ્રિટનથી આઝાદી મળ્યા પછી છેલ્લા 61 વર્ષથી મલેશિયામાં કાબિજ હતા.

મલેશિયામાં 20 લાખ ભારતીયો

– મલેશિયા સાથે ભારતની 71 વર્ષ પહેલાં રાજકીય સંબંધોની શરૂઆત થઈ હતી. 2010માં રાજકીય ભાગીદારીની શરૂઆત થઈ હતી. અત્યારે બંને દેશોની વચ્ચે અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર છે. અહીં 20 લાખથી વધારે ભારતીય રહે છે. મોદી ગુરુવારે અમુક કલાક મલેશિયામાં રહેશે.

સિંગાપોરમાં 8 લાખ ભારતીય

– સિંગાપોર ભારત માટે ખૂબ મહત્વનું છે, કારણકે અહીં 8 લાખ ભારતીયો રહે છે. 8 હજાર ભારતીય કંપનીઓ અહીં રડિસ્ટર્ડ છે. બંને દેશો વચ્ચે અત્યારે અંદાજે 1.2 કરોડનો વાર્ષિક વેપાર થાય છે. આશા છે કે, સિંગાપોર સાથે વેપાર વધતા ચીનને વિકલ્પ શોધવાની જરૂર પડી શકે છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: