કોડિનાર: બે જૂથ વચ્ચે ઘર્ષણ, ચાર રાઉન્ડ ફાયરિંગ, બે ઘાયલ

કોડિનાર: કોડીનારની ભરબજારમાં ગઇકાલે મોડી સાંજે બે જૂથો વચ્ચે બઘડાટી બોલી હતી. જેમાં ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટના પણ બની હતી. આ બનાવમાં બે લોકો ઘાયલ થતાં સારવાર માટે વેરાવળ ખસેડાયા છે. જ્યારે બીજા ગૃપનાં લોકો પણ ઘાયલ થયા બાદ ક્યાં દાખલ થયા છે, તેની વીગતો હજુ સાંપડી નથી.

કોડીનારનાં અંબુજા સરોવર સામે તાલુકા પંચાયત ઓફિસ પાસે છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતી દિનુ બોઘાનું ગૃપ નાથા લખમણ સોલંકી અને ભાવેશ દમણીયા સામે ચંદ્રસિંહ રાઠોડ ગૃપને માથાકૂટ ચાલી રહી છેં. જે ગઇકાલે ફાયરીંગ સુધી પહોંચી હતી. દરમિયાન ગઇકાલે સાંજે અંબુજા સરોવર સામે બંનેનાં જૂથો સામસામા આવી ગયા હતા. જેમાં ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં નાથા લખમણ અને ભાવેશ દમણીયાને ઇજા થતાં નાથા સોલંકીને સારવાર માટે વેરાવળ ખસેડાયો હતો. જ્યારે ભાવેશને રા.ના. વાળા હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં નગરપતિ શિવા સોલંકી સહિતના લોકો હોસ્પિટલે પહોંચી ગયા હતા. જ્યારે ચંદ્રસિંહ રાઠોડ અને તેના ગૃપના લોકોને પણ ઇજા થયાનું જાણવા મળ્યું છે. જો કે તેઓને ક્યાં રીફર કરાયા છે. તેની વિગતો સાંપડી નથી.

 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: