કઠુઆ રેપ કેસઃ પઠાનકોટની કોર્ટમાં સુનાવણી, તમામ આરોપીઓને કોર્ટ લવાયાં

બહુચર્ચિત કઠુઆ મામલેની સુનાવણી આજે પઠાનકોટની અદાલતમાં શરૂ થશે. આ મામલે તમામ સાતેય આરોપીઓ પઠાનકોટની સેશન્સ કોર્ટમાં રજૂ કરાશે. આ પહેલાં બુધવારે આ મામલે જોડાયેલાં દસ્તાવેજોની ફાઈલ અહીં લાવવામાં આવી હતી. આરોપીઓને જિલ્લા તેમજ સત્ર ન્યયાધીશ ડો.તેજવિંદર સિંહની કોર્ટમાં રજૂ કરાશે. સુનાવણીને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આરોપીઓને કઠુઆથી લાવીને અહીં રજૂ કરવામાં આવશે.

કેસની સુનાવણીમાં એક વર્ષનો સમય લાગી શકે છે

– કઠુઆ મામલે જમ્મુ કાશ્મીરની સરકાર તરફથી આ મામલા સાથે જોડાયેલી ફાઈલને પઠાનકોટ મોકલવામાં આવ્યાં બાદ મામલેની સુનાવણી શરૂ થઈ જશે.
– સુનાવણી દરમિયાન લગભગ 221 લોકોની સાક્ષી છે ત્યારે કેસની સુનાવણી માટે એક વર્ષનો સમય પણ લાગી શકે છે.

સઘન સુરક્ષા વ્યવસ્થા

– કઠુઆ પોલીસ આરોપીઓને લઈને પઠાનકોટ આવ્યાં છે. તેઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ પરત કઠુઆ પહોંચાડવામાં આવશે.
– આ પહેલાં બુધવારે SSP વિવેકશીલ સોનીએ બાર એસોસિએશનને વિશ્વાસ અપાવ્યો હતો કે કઠુઆ કેસના ટ્રાયલ દરમિયાન પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવ્યાં છે.
– ત્યારે પઠાનકોટની સેશન્સ કોર્ટમાં પૂરતી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.
– વકીલોની સુરક્ષા માટે અલ પોલીસ ફોર્સ તૈનાત છે.
– તેમજ તમામ આરોપીઓ અને કોર્ટમાં અન્ય કાર્યો માટે આવતાં લોકો સહિત વકીલોની એન્ટ્રી એક જ સ્થાન પરથી છે. અન્ય કોઈન શખ્સને પરિસરમાં દાખલ થવાની મંજૂરી નથી.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: