કાશ્મીર વિવાદનો ઉકેલ વિના શાંતિ સ્થાપિત નહીં થઇ શકેઃ UNમાં પાક.

યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીએ કહ્યું કે, યુએન સિક્યોરિટી કાઉન્સિલ (યુએસએસસી)ના પ્રસ્તાવો અનુસાર પેલેસ્ટાઇન અને કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવાની જરૂર છે. ન્યાય વિના શાંતિ સંભવ નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કાશ્મીરમાં પોતાના પ્રસ્તાવોને લાગુ કરતા સમયે ચૂંટણીની પ્રક્રિયા અટકાવવી જોઇએ. તેઓએ આ નિવેદન ગયા સપ્તાહે પરિષદમાં આતંરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને જાળવી રાખવાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓને જાળવી રાખાવાના વિષય પર ચર્ચા દરમિયાન કરી.

કાશ્મીરમાં માનવાધિકાર હનન પર પાકે વ્યક્ત કરી ચિંતા

– મલીહા લોધી અને પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સતત સંયુક્ત રાષ્ટ્રના મંચ પર કાશ્મીર મુદ્દાને ઉઠાવે છે.
– આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના સભ્ય મસૂદ અનવરે સંયુક્ત રાષ્ટ્રની સુચના સમિતિના એક સત્રને સંબોધિત કરતા કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. મસૂદે કહ્યું હતું કે, કાશ્મીરના લોકોએ કથિત માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે છે.
– યુએનમાં લોધીએ ભારપૂર્વક કહ્યું કે, યુએનએસસીને પોતાના કાર્યોમાં વધુ સુસંગત અને નિષ્પક્ષ હોવું જોઇએ. તેઓના પ્રસ્તાવો અને નિર્ણયોને કાર્યન્વયનમાં ચૂંટણી ઉચિત નથી. આખરે ન્યાય વગર શાંતિ સ્થાપિત ના થઇ શકે.

મલીહા લોધીએ કહ્યું, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને કાશ્મીરમાં પોતાના પ્રસ્તાવોને સંપુર્ણ પ્રકારે લાગુ કરવા જોઇએ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: