J&K: 20 આતંકીની ઘૂસણખોરી, આત્મઘાતી હુમલાની આશંકા

  • જમ્મુ-કાશ્મીરમાં ગુપ્ત વિભાગે ઘાટીમાં એલર્ટ જાહેર કર્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, શ્રીનગરમાં આગામી 2-3 દિવસમાં ફિદાયીન હુમલા અને આતંકીઓ દ્વારા હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપવાની આશંકા છે. હુમલો સુરક્ષાદળો અને તેની સાથે જોડાયેલા સંસ્થાનો પર પણ થઇ શકે છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં 20 આતંકીઓની ઘૂસણખોરીના સમાચાર છે. આશંકા છે કે મોટાભાગના આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના છે. આ સાથે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સીઆરપીએફની 183 બટાલિયનના બંકર પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ ત્યાં સીઆરપીએફ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે, જે દરમિયાન સૈનિકોને ત્યાં શંકાસ્પદ IED મિકેનિઝમ ભરેલી 3 બેગ્સ મળી આવી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે રમજાનના મહિનામાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે. સરકાર તરફથી એમપણ કહેવામાં આવ્યું હતું કે આતંકીઓ તરફથી હુમલા થવાની પરિસ્થિતિમાં સુરક્ષાદળ જવાબી કાર્યવાહી કરશે.

    જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ કરી ઘૂસણખોરી

    – ઇન્ટેલિજન્સ ઇનપુટની વાત માનીએ તો એવા તમામ આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના સભ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઓફિસરે જણાવ્યું કે સુરક્ષાદળોને જમ્મુ-કાશ્મીર અને દિલ્હી-એનસીઆરમાં હાઇ-એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

    – અધિકારીએ એમપણ કહ્યું કે કાશ્મીરનો માહોલ બગાડવા માટે આટલા મોટાપાયે ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી છે. સુરક્ષાદળોને ચોકસાઇ રાખવાનું કહેવામાં આવ્યું છે.

    સીઆરપીએફના બંકર પર ફાયરિંગ કરીને આતંકી ફરાર

    – શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સીઆરપીએફની 183 બટાલિયનના બંકર પર ગ્રેનેડથી હુમલો અને ફાયરિંગ કર્યું. આ હુમલો તે સમયે થયો જ્યારે સીઆરપીએફની બટાલિયન પુલવામામાં ઇદગાહ તરફ જઇ રહી હતી. આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ નથી. આતંકવાદી સેનાના બંકર પર ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા. સીઆરપીએફએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધ શરૂ કરી દીધી છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: