ઈન્ડોનેશિયાઃ સૌથી મોટી મસ્જિદની મુલાકાત બાદ મોદીએ જોયો અર્જુન રથ

ત્રણ દેશોની વિદેશ યાત્રાના પહેલાં તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઈન્ડોનેશિયામાં છે. પીએમ મોદીની આ મુલાકાતથી ઈન્ડોનેશિયા અને ભારતની મિત્રતાને એક નવી મજબૂતી મળી છે. જ્યારે રક્ષા અને કારોબાર ક્ષેત્રે બંને દેશો વચ્ચે ઘણાં સમજૂતી કરાર પણ થયા છે. આ યાત્રા દરમિયાન મોદીએ જકાર્તાની ઈસ્તિકલાલ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.

મોદીની જકાર્તામાં વિવિધ દિવસ દરમિયાનની ઈવેન્ટ

– મોદીએ રાષ્ટ્રપતિ સાથે કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. અહીં તેમણે મહાભારત અને રામાયણ થીમ પરના પતંગ ચગાવ્યા હતા.

– ઈસ્તકલાલ મસ્જિદ પછી મોદી અને વિદોદો સાથે અર્જુન રથ જોવા ગયા હતા.
– અહીં 1978માં બનેલી ઈસ્તિકલાલ મસ્જિદ દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી મોટી મસ્જિદ છે. ઈસ્તિકલાલનો અર્થ થાય છે આઝાદી. મોદીએ આજે અહીં આ મસ્જિદની મુલાકાત પણ લીધી હતી.

જોઈન્ટ સ્ટેટમેન્ટમાં શું કહ્યું મોદીએ?

ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે કરવામાં આવેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં પીએમ મોદીએ કહ્યું કે, આ મહાન અને સુંદર દેશની આ મારી પહેલી યાત્રા છે અને અહીં મારુ કરવામાં આવેલા ભવ્ય સ્વાગતના કારણે હું રાષ્ટ્રપતિનો આભાર માનુ છું. મોદીએ કહ્યું કે, બાળકોએ જે રીતે સ્વાગત કર્યું તેનાથી હું ભાવુક થઈ ગયો હતો.

પીએમ મોદીએ આગળ કહ્યું કે, તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં ઈન્ડોનેશિયાના નિર્દોષ લોકોના મોત થયા હોવાથી મને ખૂબ દુખ થયું છે. ભારત આ પ્રકારના હુમલાની ખૂબ નિંદા કરે છે. આ મુશ્કેલ સમયમાં ભારત ઈન્ડોનેશિયાની સાથે છે. આતંકવાદ સામે લડવા માટે વિશ્વસ્તર પર કરવામાં આવતા પ્રયત્નોમાં ગતિ લાવવાની શક્યતા છે.

વધુમાં મોદીએ કહ્યું હતું કે, આજે અમારી વચ્ચે થયેલી સમજૂતીથી દ્વીપક્ષીય સંબંધોને મજબૂતી મળી છે. અમે 2015 સુધી દ્વીપક્ષીય વેપારને 50 બિલિયન ડોલર સુધી લઈ જવાના અમારા પ્રયત્નને બમણા કરી દીધા છે. આપણાં બંને દેશો વચ્ચે હજારો વર્ષોથી મજબૂત સાંસ્કૃતિક સંબંધો છે. તેની ઝલક ભારતના ગણતંત્ર દિવસ ઉપર પણ જોવા મળી હતી. અમે 2019માં રાજકીય સંબંધોની 70મી વર્ષગાઠ મનાવીશું. શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક ક્ષેત્રે બંને દેશો સહયોગ વધારશે. તે બંને દેશો માટે અને ખાસ કરીને યુવાનો માટે લાભકારી રહેશે. અમે આસિયાનમાં ઈન્ડોનેશિયાની સકારાત્મક ભૂમિકાને મહત્વ આપી રહ્યા છીએ.

રમજાનની આપી શુભેચ્છા

મોદીએ ઈન્ડોનેશિયા મુલાકાતમાં કહ્યું હતું કે, રમજાનના આ પવિત્ર મહિનામાં ભારતના સવા કરોડ લોકો તરફથી ઈન્ડોનેશિયાના લોકોને સમૃદ્ધિ, સ્વાસ્થય અને સફળતાની શુભેચ્છા પાઠવું છું. તમને આગામી ઈદ-ઉલ ફિતરના તહેવાર માટે પણ શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું હતું કે, સુમદ્રી વિસ્તારમાં બંને દેશોની ચિંતા એક સમાન છે. સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ રિજન એટલે ‘SAGAR’

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે PMએ કરી મુલાકાત

બુધવારે સવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી બંને કાલીબાટા સ્મારક ગયા હતા. ત્યાં તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત પણ કરવામાં આવી હતી. તેમાં દરિયા, વેપાર અને રોકાણ સહિત ઘણાં ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

કાલીબાટોમાં કયા સૈનિકોની કબર છે?

અહીં તે સૈનિકોને દફનાવવામાં આવ્યા છે જેમણે દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયે ઈન્ડોનેશિયાને ડચથી આઝાદી અપાવી હતી. અહીં 1000 જાપાની સૈનિકોને દફનાવવામાં આવ્યા છે. તેમણે આઝાદીની આ લડાઈમાં ઈન્ડોનેશિયાને સાથ આપ્યો હતો. અહીં 1953માં કબ્રિસ્તાન બનાવવામાં આવ્યું હતું.

ત્રણેય દેશોથી ભારતને સાડા ત્રણ લાખ કરોડનો વેપાર

 

ઈન્ડોનેશિયામાં 1 લાખ ભારતીય

– ઈન્ડોનેશિયા સાથે 2005માં રણનીતિક ભાગીદારી શરૂ થઈ હતી. અહીં એક લાખ ભારતીયો રહે છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં ઈન્ડોનેશિયા, ભારતનો સૌથી મોટો ભાગીદાર છે. તેમની સાથે વર્ષે 1.22 લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે.

 

મલેશિયામાં 20 લાખ ભારતીયો

 

– મલેશિયા સાથે ભારતની 71 વર્ષ પહેલાં રાજકીય સંબંધોની શરૂઆત થઈ હતી. 2010માં રાજકીય ભાગીદારીની શરૂઆત થઈ હતી. અત્યારે બંને દેશોની વચ્ચે અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર છે. અહીં 20 લાખથી વધારે ભારતીય રહે છે. મોદી ગુરુવારે અમુક કલાક મલેશિયામાં રહેશે.

 

સિંગાપોરમાં 8 લાખ ભારતીય

– સિંગાપોર ભારત માટે ખૂબ મહત્વનું છે, કારણકે અહીં 8 લાખ ભારતીયો રહે છે. 8 હજાર ભારતીય કંપનીઓ અહીં રડિસ્ટર્ડ છે. બંને દેશો વચ્ચે અત્યારે અંદાજે 1.2 કરોડનો વાર્ષિક વેપાર થાય છે. આશા છે કે, સિંગાપોર સાથે વેપાર વધતા ચીનને વિકલ્પ શોધવાની જરૂર પડી શકે છે.

 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: