મહારાષ્ટ્ર એક્સિડેન્ટમાં 10નાં મોત; HPમાં બસ ખીણમાં પડતાં 7નાં મોત

શુક્રવારે બે અલગ-અલગ રોડ અકસ્માતમાં 14 લોકોના મોત થઇ ગયા

શુક્રવારે બે અલગ-અલગ રોડ અકસ્માતમાં 14 લોકોના મોત થઇ ગયા. એક અકસ્માત મહારાષ્ટ્રના યૌવતમાલમાં થયો, જ્યાં એક સ્પીડમાં આવી રહેલા ટ્રક અને કાર વચ્ચેની અથડામણમાં 10 લોકોના મોત થયા. બીજી દુર્ઘટના હિમાચલપ્રદેશમાં બની છે. જ્યાં એક બસ ખાઈમાં પડી દતા 4 લોકોનાં મોત થઇ ગયાં.

પંજાબથી નાંદેડ સાહબ જઇ રહ્યો હતો પરિવાર

– યૌવતમાલ પોલીસના જણાવ્યા પ્રમાણે, એક સ્પીડમાં આવી રહેલી ટ્રક અને કાર સામસામે અથડાઇ ગયા. કારમાં પંજાબનો એક પરિવાર હતો.

– અકસ્માત સમયે કારમાં ડ્રાઇવર સહિત 8 લોકો સવાર હતા. આ લોકો નાંદેડ સાહેબ દર્શન માટે જઇ રહ્યા હતા.
– અથડામણ એટલી ભયંકર હતી કે કારના ફૂરચા ઉડી ગયા. કારના શબોને બહાર કાઢવા માટે કારને મશીનથી કાપવી પડી.
– તપાસમાં સામે આવ્યું છે કે અતિશય સ્પીડ હોવાને કારણે આ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરનું પણ મોત થઇ ગયું.
– અકસ્માતમાં બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છીએ. તેમને ઇલાજ માટે યૌવતમાલની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

હિમાચલમાં પડી બસ, 4નાં મોત

– બીજી બાજુ, હિમાચલપ્રદેશમાં થિયોગ પાસે એક બસ ખાઈમાં પડી જતા 7 લોકોના મોત થઇ ગયા અને 23 લોકો ઘાયલ થઇ ગયા.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: