બિહાર-ઝારખંડ-UPમાં કુદરતનો કહેર, વાવાઝોડું-વીજળીથી 41ના મોત

ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં વાવાઝોડું અને વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 41 લોકોના મોત થયા છે .બિહારમાં 19, ઝારખંડમાં 12 લોકોના મોત થયા છે જ્યારે ઉત્તરપ્રદેશમાં મૃત્યુઆંક 10ની સપાટીએ પહોંચી ગયો છે. માનવામાં આવે છે કે મૃતકઆંકમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના હરદોઈ, સીતાપુર અને ફરુખાબાદ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસાદ, વાવાઝોડું અને ક્યાંક કરા પડવાની ચેતવણી પણ જાહેર કરી છે. બીજી બાજુ દેશના અન્ય વિસ્તારોમાં ખૂબ ગરમી અને લૂ જોવા મળી રહી છે. દેશના 6 રાજ્યોના 18 શહેરોમાં સોમવારે 44 ડિગ્રી જેટલી ગરમી નોંધવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં બારાબંકી, કુશીનગર, ગોરખપુર અને આઝમગઢમાં વાવાઝોડું અને વરસાદની આગાહી કરી છે. પાટનગર દિલ્હીમાં પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અહીં 50થી 70 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાય તેવી શક્યતા છે.

વાવાઝોડું અને વરસાદના કારણે ઘણી જગ્યાએ ઝાડ ઉખડી ગયા હોવાની માહિતી પણ મળી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે વાવાઝોડું અને વીજળી પડવાના કારણે અંદાજે 140 લોકોના મોત થયા હતા.

હવામાન વિભાગનું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં બિહારમાં ઘણાં વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અમુક જિલ્લાઓને લઈને ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમાં મુઝફ્ફરપુર, સમસ્તીપુર, વૈશાલી, પટના, દરભંગા અને આસપાસના વિસ્તારો સામે છે. હવામાન વિભાગે આ વાતની શંકા વ્યક્ત કરી છે કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું અને વરસાદ વચ્ચે વીજળી પણ પડી શકે છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: