હું CM પદની રેસમાં નથી, મુખ્યમંત્રી રૂપાણી જ રહેશેઃ મનસુખ માંડવિયા

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકાર ચિંતીત છે, નિયંત્રણ આવી જશેઃ માંડવિયા

સુજલામ સુફલામ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ આજે સવારે વડોદરાના સિંધુસાગર તળાવ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ, શિપીંગ, કેમિકલ-ફર્ટિલાઇઝર્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે નર્મદા જળ કળશ પૂજન કરાયુ હતુ. શું તમે ગુજરાતના મુખ્યમંત્રી બનવાની રેસમાં છો તેના જવાબમાં મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે, હું મુખ્યંત્રીની રેસમાં નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જ રહેશે. મુખ્યમંત્રી બદલવા અંગે જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકાર ચિંતીતઃ માંડવિયા

કેન્દ્રીના રાજ્યકક્ષના મંત્રી મનસુખ માંડવિયાએ પેટ્રોલ ડીઝલના ભાવ અંગે જણાવ્યુ હતુ કે, ટેકનીકલ ભૂલને કારણએ એક પૈસાનો ઘટાડો થયો હતો. તેનો ખુલાસો થઇ ગયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે સરકાર ચિંતીત છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નક્કી થતાં હોય છે. આવનાર દિવસોમાં તેના પર નિયંત્રણ આવી જશે.

સુજલામ સુફલામ જળસંચય યોજના બાબતે તેઓએ જણાવ્યુ હતુ કે, આ યોજનામાં અપેક્ષા કરતા વધારે સારી કામગીરી થઇ છે. અત્યાર સુધી રાજ્યભરમાં 9 હજાર કરતા વધારે તળાવોને ઉંડા કરવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા 20 -20 લિટર ભરેલા નર્મદા જળના બે કારબામાંથી સરકારી બ્રાસ કળશમાં ભરીને સિંધુસાગરમાં પૂજન કરાયુ હતુ. વડોદરા શહેરના 15 તળાવોને ઉંડા કરવાનુ અને વેલા સફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, 530 પોકલેન્ડ અને 1090 ડમ્પરોનો ઉપયોગ કરી કુલ 83823 ઘનમીટર માટી કાઢીને તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. જે મુજબ, તળાવમાં કુલ 8.38 કરોડ લિટર પાણીની સંગ્રહ શક્તિનો વધારો થશે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: