GSEB ધો. 12 સામાન્ય પ્રવાહનું 55.55% પરિણામ, ડાંગ જિલ્લો મોખરે

 માર્ચ 2018માં ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. 505 કેન્દ્રો અને પેટાકેન્દ્રો પર લેવાયેલી પરીક્ષામાં 467100 (પૃથ્થક મળી 474507)પરીક્ષાર્થી નોંધાયા હતા. જેમાંથી 255414 (પૃથ્થક મળીને 260263)પરીક્ષાર્થીઓ પાસ થયાં હતા. કુલ મળીને રાજ્યનું પરિણામ 55.55 ટકા આવ્યું છે. ડાંગ જિલ્લાનું પરિણામ સૌથી ઊંચુ 77.32 ટકા આવ્યું છે, જ્યારે સૌથી નીચું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું આવ્યું છે.

ધોરણ 12નું પરિણામ (Gujarat Board 12th Arts, Commerce Results)

સામાન્ય પ્રવાહના 462895 પરીક્ષાર્થી નોંધાયા હતા જેમાંથી 455626એ પરીક્ષા આપી જેમાંથી 252959 પાસ થયા પરિણામ 55.52 ટકા
વ્યવ.પ્રવાહ 1188 પરીક્ષાર્થી તેમાંથી 1180એ પરીક્ષા આપી 617 પાસ થયા પરિણામ 52.29 ટકા
ઉત્તરબુનિયાદી પ્રવાહમાં 3017 પરીક્ષાર્થી તેમાંથી 3000એ પરીક્ષા આપી અને 1838 પાસ થયા પરિણામ 61.27
ત્રણેય પ્રવાહના કુલ 467100 પરીક્ષાર્થી પૈકી 459806એ પરીક્ષા આપી જેમાંથી 255414 પાસ થયા કુલ પરિણામ આવ્યું 55.55 ટકા

પરિણામ નિયત સમય પહેલા મૂકી દેવામાં આવ્યું

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગુરુવારે સવારે જાહેર કરવામાં આવ્યું હતું (GSEB HSC General Stream Result 2018). શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ આજે પણ નિયત સમય પહેલા મૂકી દેવામાં આવ્યું હતું. પરિણામ સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું.

– 77.32 ટકા સાથે સૌથી ઊંચુ પરિણામ ડાંગ જિલ્લાનું
– સૌથી ઓછું પરિણામ 31.54 ટકા છોટા ઉદેપુર જિલ્લાનું
– ઊંચુ પરિણામ ધરાવતું કેન્દ્ર નાનપુરા બ્લાઈન્ડ (સુરત) 100 ટકા
– સૌથી ઓછું પરિણામ લાવનાર કેન્દ્ર લુણાવાડા 11.74 ટકા
– 206 સ્કૂલનું પરિણામ 100 ટકા

રેગ્યુલર અને રીપિટર સહિત 4.74 લાખથી વધુ પરીક્ષાર્થી

માર્ચ-2018માં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમ સહિતની પરીક્ષાઓના રેગ્યુલર અને રીપિટર સહિત કુલ 4.74 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાઓનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. આ ઉપરાંત એચએસસી વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર સિસ્ટમ મુજબની એપ્રિલ-2018માં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ પણ આ સાથે જ જાહેર કરવામાં આવ્યું છે.

A1 ગ્રેડ મેળવનારની સંખ્યા 451
A2 ગ્રેડ મેળવનારની સંખ્યા 8,245
B1 ગ્રેડ મેળવનારની સંખ્યા 30,306
B2 ગ્રેડ મેળવનારની સંખ્યા 63,241
C1 ગ્રેડ મેળવનારની સંખ્યા 80,912
C2 ગ્રેડ મેળવનારની સંખ્યા 52,593
D ગ્રેડ મેળવનારની સંખ્યા 19,610
E1 ગ્રેડ મેળવનારની સંખ્યા  56
વિદ્યાર્થીઓનું પરિણામ 63.71%
વિદ્યાર્થિનીઓનું પરિણામ 74.78%
રીપિટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.53%
રીપિટર વિદ્યાર્થિનીઓનું પરિણામ 19.07%
ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ 17.97%
ખાનગી વિદ્યાર્થિનીઓનું પરિણામ 30.66%
અંગ્રેજી માધ્યમનું પરિણામ 77.37%
ગુજરાતી માધ્યમનું પરિણામ 54.03%
10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની 76
એક વિષયમાં પરિણામ સુધારણાની જરૂરિયાતવાળા વિધાર્થીઓની સંખ્યા 88,207

જિલ્લાવાર ટકાવારી
અમદાવાદ-(સિટી) 61.79
અમદાવાદ (ગ્રામ્ય) 61.64
અમરેલી 52.84
ભુજ 67.39
ખેડા 56.37
જામનગર 59.52
જૂનાગઢ 50.61
આહવા (ડાંગ) 77.32
પંચમહાલ 48.61
બનાસકાંઠા 63. 28
ભરૂચ 61.42
ભાવનગર 55.69
મહેસાણા 59.70
રાજકોટ 60.84
વડોદરા 57.19
વલસાડ 52.11
સાબરકાંઠા 46.15
સુરત 67.42
સુરેન્દ્રનગર 51.44
સેન્ટ્રલ ADMN  45.85
આણંદ 50.53
પાટણ 52.23
નવસારી 65.04
દાહોદ 37.51
પોરબંદર 44.44
નર્મદા 38.57
ગાંધીનગર 55.08
તાપી 56.11
અરવલ્લી 49.60
બોટાદ 52.55
છોટાઉદેપુર 31.54
દેવભૂમિ દ્વારકા 51.11
ગીર સોમનાથ 47.86
મહિસાગર 32.69
મોરબી 56.40
દીવ 55.79
સરેરાશ પરિણામ 55.55

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: