હવાઇઃ પાવર પ્લાન્ટના બે કૂવા સુધી પહોંચ્યો જ્વાળામુખીનો લાવા

હવાઇના કિલાઉ જ્વાળામુખીનો લાવા જીઓથર્મલ પાવર પ્લાન્ટના બે કૂવા સુધી પહોંચી ગયો છે. જ્વાળામુખીમાં નવી ફિશરો ખૂલી રહી છે જેના કારણે સોમવારે મોડી રાત્રે 15,000 ફૂટ ઉંચા બ્લાસ્ટ્સ થયા હતા. લાવા 38 મેગાવોટ્સ પ્યુના જીઓથર્મલ સ્ટેશનના બે કૂવા જેમાં વરાળ અને ગેસ ભરવામાં આવ્યા છે તે એરિયા પર પહોંચી ગયો છે. હવાઇ સિવિલ ડિફેન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, પાવર સ્ટેશનના તમામ કૂવાઓ સુરક્ષિત છે. હવાઇ ગવર્નર ડેવિડ ઇગના જણાવ્યા અનુસાર, લાવાથી આ પ્લાન્ટને કોઇ નુકસાન નહીં થાય. ઉલ્લેખનીય છે કે, જ્વાળામુખીનો લાવા પાવર સ્ટેશનની પાછળ આવેલી જમીન પર ફેલાઇ ગયો છે અને પ્લાન્ટની આસપાસ આવેલા ડઝનથી વધુ મકાનો નષ્ટ થયા છે. સ્ટેટ ઇમજરન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે, અત્યાર સુધી કોઇ પણ જ્વાળામુખીનો લાવા જીઓથર્મલ પ્લાન્ટ સુધી પહોંચ્યો નથી, તેથી જો આ થર્મલ સ્ટેશનના કૂવાઓમાં બ્લાસ્ટ થયા તો તેનાથી શું નુકસાન થશે તે કહી શકાય તેમ નથી.

24 કલાકમાં 250 ભૂકંપના આંચકા, 15 હજાર ફૂટ ઉંચા બ્લાસ્ટ્સ

– આ અઠવાડિયાના અંતમાં જ્વાળામુખી સમિટમાં 250 ભૂકંપના આંચકાઓ આવ્યા હતા. જેના કારણે, 15000 ફૂટ ઉંચા બ્લાસ્ટ્સ થયા હતા.
– સોમવાર અને મંગળવારે પવનની દિશા બદલાઇ રહી છે. જે જોતાં નેશનલ વેધર સર્વિસે લાવાનો વોગ (ધૂમાડો અને રાખ) નોર્થ અને વેસ્ટ તરફ રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જશે.
– યુએસ મરિન કોર્પ્સ અને નેશનલ ગાર્ડ્સ હેલિકોપ્ટર્સે અત્યાર સુધી 1000 લોકોને રેસ્ક્યુ ઓપરેશનથી બચાવ્યા છે.

જીઓથર્મલ પ્લાન્ટ સુધી પહોંચ્યો લાવા

– રવિવારે જ્વાળામુખીનો લાવા હવાઇના જીઓથર્મલ પાવર સ્ટેશનના પ્લાન્ટ સુધી પહોંચી ગયો હતો. સોમવારે લાવા બે કૂવા સુધી પહોંચ્યો છે. લાવાના કારણે પ્લાન્ટના સંભવિત વિસ્ફોટક કૂવા સુધી પહોંચવાના કારણે અહીં વધુ નુકસાન થવાની સંભાવનાઓ છે.
– એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો થર્મલ સ્ટેશનના એક કૂવામાં બ્લાસ્ટ્સ થવાના શરૂ થયા તો તેના કારણે બીજાં કૂવાઓને પણ એટલી જ માત્રામાં નુકસાન થશે.
– હવાઇ ડિફેન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, લાવાના ભયને જોતાં તમામ કૂવાઓને સૅફ કરી દેવામાં આવ્યા છે. લાવા હાલ પ્લાન્ટની પાછળ તરફ છે. અહીં ડઝનથી વધુ ઘરો બળી ગયા છે.
– વિશ્વમાં કોઇ પણ સ્થળે સક્રિય થયેલો લાવા થર્મલ પાવર પ્લાન્ટમાં પ્રવેશ્યો હોય તેવા કોઇ ઉદાહરણ નથી. સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, જો પ્લાન્ટમાં બ્લાસ્ટ થાય તો રહેણાંક વિસ્તારને સૌથી વધુ નુકસાન થશે. કારણ કે કૂવામાં રહેલા ગેસના કારણે હવામાં હાઇડ્રોજન સલ્ફાઇડ અને બીજાં ગેસનું પ્રમાણ વધી જશે.
– પ્યુના જીઓથર્મલ વેન્ચર (પીજીવી) ફેસિલિટીના જણાવ્યા અનુસાર, લાવામાંથી નિકળતાં ખડકો પણ પ્લાન્ટ સાથે ટકરાય તેવી આશંકાઓ છે. આ અગાઉ ઓથોરિટીએ 60,000 ગેલન જ્વલનશીલ લિક્વિટ પ્લાન્ટમાંથી દૂર કરી દીધું હતું. ઉપરાંત જમીનની અંદર ઉભા કરાયેલા વરાળ અને ગેસના કૂવાને ડિએક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે.

થર્મલ સ્ટેશનના 40 કિમી એરિયામાં ફેલાયો લાવા

– લોકલ યુટિલિટી હવાઇ ઇલેક્ટ્રિક લાઇટના જણાવ્યા અનુસાર, મૂળ ઇઝરાયલનો આ 38 મેગાવોટ્સ પ્લાન્ટ બિગ આઇલેન્ડમાં 25 ટકા વીજળી પુરી પાડે છે.
– કિલાઉ જ્વાળામુખીનો લાવા 40 કિમી સુધી ઇસ્ટ અંડરગ્રાઉન્ડ એરિયામાં ફેલાઇ ગયો છે. જેના કારણે પ્લાન્ટ્સની નજીક બે ડઝનથી વધુ ફિશર થઇ ગઇ છે.
– ઉલ્લેખનીય છે કે, સ્થાનિકોએ 1989માં આ પ્લાન્ટના કારણે સ્વાસ્થ્યને લગતા નુકસાન થાય છે તેવી ફરિયાદો હવાઇ ઓથોરિટીને કરી હતી. આ ઉપરાંત પીજીવીને વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીની નજીકના એરિયામાં પ્લાન્ટ શરૂ કરવાના કારણે કાયદાકીય નોટિસ પણ મળેલી છે.
– ઓપરેટર ઓર્મેટ ટેક્નોલોજીના જણાવ્યા અનુસાર, લાવાથી અંડર ગ્રાઉન્ડ ડેમેજની શક્યતાઓ ઓછી છે, પરંતુ છેલ્લાં ત્રણ અઠવાડિયાથી આવી રહેલા ભૂકંપના આંચકાઓના કારણે લાવા કૂવાની અંદર પ્રવેશે તેની શક્યતાઓ સૌથી વધુ છે.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: