32 હજાર ફૂટ ઉંચાઇએ પ્લેનના કોકપિટની બારી તૂટી, કો-પાઇલટ લટક્યો હવામાં

ચીનમાં શિચુઆન એરલાઇન્સનું વિમાન 3U8633માં અચાનક કોકપિટની બારી તૂટી ગઇ. તે સમયે વિમાન અંદાજિત 32 હજાર ફૂટ ઉપર હતું.

સોશિયલ મીડિયામાં એક સમાચાર અત્યારે વાઇરલ થઇ રહ્યા છે. ચીનમાં શિચુઆન એરલાઇન્સની ફ્લાઇટ 3U8633માં અચાનક કોકપિટની બારી તૂટી ગઇ. તે સમયે વિમાન અંદાજિત 32 હજાર ફૂટ ઉપર હતું. હવા એટલી તેજ હતી કે કો-પાઇલટ વિમાનમાંથી બહાર લટકી ગયો. પેસેન્જર્સનો સામાન વિખેરાઇ ગયો અને વિમાનમાં અફરા-તફરી મચી ગઇ.

પાઇલટે કહ્યું સ્થિતિ કાબૂમાં છે

– તે સમયે પાઇલટ લિયૂ શુઆનનિયાને એનાઉન્સ કર્યુ, ગભરાશો નહીં, અમે પરિસ્થિતિ સંભાળી લઇશું. આ એનાઉન્સમેન્ટની 20 મિનિટ બાદ લિયૂએ 32 હજાર ફૂટની ઉંચાઇથી વિમાનનું સફળ લેન્ડિંગ થયું.
– ફ્લાઇટમાં તમામ યાત્રીઓ સુરક્ષિત છે. આ વિમાન ચોંગક્યૂંગથી લ્હાસા જઇ રહ્યું હતું.

પાઇલટના થયા વખાણ

– આટલી મોટી ઘટનાથી બચાવનાર પાઇલટ લિયૂ શુઆનજિયાનના વખાણ થઇ રહ્યા છે. ઘટના બાદ લિયૂએ કહ્યું કે, આ રૂટ પર હું 100થી વધારે વખત ઉડાણ કરી ચૂક્યો છું, જેનો મને આજે ફાયદો થયો.
– ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે ફ્લાઇટની અંદર તાપમાન -40 પહોંચી ગયું હતું. ત્યારબાદ પાઇલટ લિયૂએ સ્ક્વેક વોર્નિંગ-7700 જાહેર કરી. આ વોર્નિંગનો અર્થ એ થાય છે કે, વિમાનને ગંભીર જોખમ ઉભું થયું છે.
– આ વોર્નિંગ બાદ ટ્રાફિક કંટ્રોલને સુચના આપવામાં આવે છે અને તેઓને નિર્દેશ અનુસાર, પ્લેનનું લેન્ડિંગ કરાવવામાં આવે છે.
– પાઇલટ લિયૂએ ટ્રાફિક કંટ્રોલની મદદથી સફળ લેન્ડિંગ કરાવ્યું.

પેસેન્જર જણાવ્યા અંદરના હાલ

– એક પેસેન્જરે જણાવ્યું કે, જે સમયે ક્રૂ અમને નાશ્તો આપી રહ્યા હતા, તે સમયે અચાનક એરક્રાફ્ટ હલવા લાગ્યું. અચાનક ઓક્સિજન માસ્ક બહાર નિકળી ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે, અમે તેજ ગતિથી નીચેની તરફ જઇ રહ્યા છીએ. પરંતુ થોડાં સમયમાં જ બધું સામાન્ય થઇ ગયું.
– આવી જ એક દુર્ઘટના 1990માં બ્રિટિશ એરવેઝ ફ્લાઇટમાં થઇ હતી. ફ્લાઇટ 5390માં કેબિનની બારી તૂટી ગઇ હતી, તે સમયે વિમાન 23 હજાર ફૂટ ઉપર હતું. એક પાઇલટ બહાર આવી ગયો હતો. ખૂબ મુશ્કેલથી આ દુર્ઘટનાને થતી અટકાવી.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!
%d bloggers like this: